એફએક્યુ

faq વારંવાર પૂછાતા સવાલો

  • general enquiry

    કૂલિંગ વિશે સામાન્ય ટિપ્સ

  • settings

    જાળવણી અંગેની પૂછપરછ

  • warranty

    સમસ્યા નિવારણ માર્ગદર્શિકા

  • saftey

    સલામતી અને વૉરંટી

Any other Questions? We have answers

Contact us
settings

જાળવણી અંગેની પૂછપરછ

  • A. હનીકોમ્બ પૅડ ક્યારે સાફ કરવો જોઈએ?  

    1. હનીકોમ્બ માધ્યમને સાફ કરવાની આવૃત્તિ સ્થાનિક હવા અને પાણીની સ્થિતિ પર આધાર રાખે છે. એવા વિસ્તારોમાં જ્યાં પાણીમાં ખનીજ સામગ્રીની માત્રા વધારે હોય છે, ખનિજનો જથ્થો હનીકોમ્બ કૂલીંગ માધ્યમ પર જામવા લાગે છે અને એર ફ્લોને અવરોધી શકે છે. 
    2. પાણીના રિઝર્વોયરમાંથી સપ્તાહમાં ઓછામાં ઓછું એક વખત પાણી કાઢવાથી અને ફરીથી ભરવાથી ખનિજના જથ્થામાં ઘટાડો થવામાં મદદ મળશે. જો ખનિજનો જથ્થો હનીકોમ્બ માધ્યમ પર રહે, તો માધ્યમને દૂર કરવું જોઈએ અને તાજા પાણીથી ધોવું જોઈએ.
    3. તમારી જરૂરિયાતોના આધારે માધ્યમને દર બે મહિને અથવા તેનાથી પહેલાં સાફ કરવું જોઈએ.
  • B. હનીકોમ્બ પૅડ કેવી રીતે સાફ કરવું?  

    1. યુનિટને બંધ કરો અને દિવાલ પર લાગેલ બૉર્ડમાંથી પાવર વાયરનો પ્લગ કાઢી લો, પાછળની પેનલની સામે યુનિટને ફેરવો અને પાછળની જાળીને શોધો. 
    2. સ્ક્રુ ડ્રાઇવર વડે સ્ક્રુ ખોલો.
    3. જ્યાં સુધી તે સંપૂર્ણ રીતે દૂર ન થાય ત્યાં સુધી પાછલી જાળીને પૅનલને ઉપર તરફ ખેંચો. હવે, હનીકોમ્બ માધ્યમ જોઇ શકાય છે. હનીકોમ્બ માધ્યમને તાજા પાણીથી સાફ કરો.
    4. એકવાર સફાઈ પૂરી થઈ જાય પછી, યુનિટ ફરીથી ફિટ કરો
    5. પાવર સપ્લાયમાં પ્લગ નાખો અને યુનિટને ચાલુ કરો.
  • C. ટાંકી કેવી રીતે સાફ કરવી?  

    1. પાવરને "ઑફ" કરો અને એર કૂલરને પાવર સપ્લાયમાંથી ડિસ્કનેક્ટ કરો.
    2. યુનિટને તે સ્થાન પર ખસેડો જ્યાં તેમાંથી પાણી ખાલી કરી શકાય છે. પાણી બહાર કાઢવાના પ્લગ (ટાંકીના તળિયે સ્થિત હોય છે) માંથી કૅપ દૂર કરો અને ટાંકીને ખાલી થવા દો
    3. તમે પાણીની ટાંકીને ખાલી કરી નાખ્યા પછી, પાણી બહાર કાઢવાના પ્લગને તેના મૂળ સ્થાને જોડો.
    4. હવે પાણીની ટાંકીને મહત્તમ સ્તર સુધી ફરીથી ભરો, ૫ મિનિટ સુધી રાહ જુઓ અને પછી ફરી એકવાર સમગ્ર પાણી બહાર કાઢી લો. આ પ્રક્રિયા માટે સ્વચ્છ પાણીનો ઉપયોગ કરો, જેથી મહત્તમ ધૂળના કણો અને પ્રદૂષકો સંપૂર્ણપણે દૂર થઈ જાય.
    5. જો તમારા કૂલરનો લાંબા સમય સુધી ઉપયોગ ન થયો હોય, તો તેને ફરીથી વાપરવામાં આવે તે પહેલાં ઓછામાં ઓછા ૨ વખત પાણીની ટાંકી સાફ કરવાની સલાહ આપવામાં આવે છે.
warranty

સમસ્યા નિવારણ માર્ગદર્શિકા

  • A. જો હવા ન આવતી હોય તો શું કરવું જોઈએ?  

    1. વાયરનો પ્લગ દાખલ કરેલ છે કે નહીં તે તપાસો - ખાતરી કરો કે વાયરનો પ્લગ દાખલ કરેલ હોય અને વીજ પુરવઠો ચાલુ હોય
    2. પાવર ચાલુ નથી - કન્ટ્રોલ પૅનલની યાંત્રિક ડટ્ટીની સ્થિતિને બદલીને યુનિટને ચાલુ કરો
    3. મોટરમાં ખામી - સર્વિસ સેન્ટરનો સંપર્ક કરો
  • B. જો કૂલર ઘોંઘાટ કરતું હોય/ઠંડું ના કરતું હોય તો શું કરવું જોઈએ?  

    1. પમ્પ ચાલુ કર્યો છે કે નહીં તે તપાસો - કન્ટ્રોલ પૅનલને ચાલુ કરો. કૂલ ફંક્શનને “ચાલુ” કરો
    2. ટાંકીમાં પાણીનું સ્તર ઓછું છે અથવા ટાંકીમાં પાણી નથી કે કેમ તે તપાસો - જ્યારે “કૂલ” પસંદ કરેલ હશે ત્યારે પમ્પ ચાલુ થાય છે અને જો ટાંકીમાં થોડી પાણી હશે અથવા પાણી હોય જ નહીં તો પછી પમ્પ અવાજ કરશે. આ પરિસ્થિતિમાં પાણીની ટાંકી ફરીથી ભરો.
    3. પમ્પ નુકસાન થયું છે કે કેમ તે તપાસો - સમારકામ માટે સર્વિસ સેન્ટરનો સંપર્ક કરો
  • C. કૂલરમાંથી વિચિત્ર વાસ/ગંધ આવતી હોય તો શું કરવું જોઈએ?  

    1. જ્યારે કૂલર નવું હોય છે - આ સામાન્ય ઘટના છે. જ્યારે પહેલી વાર યુનિટનો ઉપયોગ થાય છે, ત્યારે હનીકોમ્બ કૂલીંગ માધ્યમમાંથી ગંધ આવશે, જે પ્રારંભિક ઉપયોગના એક સપ્તાહની અંદર જ દૂર થઈ જશે.
    2. જો કૂલરનો ઉપયોગ કરવામાં આવ્યો હોય - તેમાં શેવાળનો મુદ્દો હોઈ શકે છે.
      આ મુદ્દાનો ઉકેલ લાવવા માટે:
      1. ટાંકીમાં પાણીની સ્થિતિને તપાસો. જો પાણી વાસી થઈ ગયું હોય, તો ટાંકીને સાફ કરો અને તાજું પાણી ભરો
      2. હનીકોમ્બ કૂલીંગ માધ્યમને સાફ કરો
      3. જો સમસ્યા ચાલુ રહે છે, તો પછી સર્વિસ સેન્ટરનો સંપર્ક કરો
saftey

સલામતી અને વૉરંટી

  • A. વૉરંટીની માન્યતા  

    1. ઉપકરણને માહિતી માર્ગદર્શિકા અનુસાર પ્રસ્થાપિત, ઉપયોગ અને જાળવવામાં આવ્યું છે.
    2. અધિકૃત ડીલર દ્વારા સહી કરેલ વૉરંટી કાર્ડ અને રોકડ મેમો ફરિયાદ સાથે આપવામાં આવે છે.
    3. કોઈપણ અનાધિકૃત વ્યક્તિ દ્વારા ઉપકરણે ખોલવામાં આવ્યું નથી અથવા તેની સાથે ચેડા કરવામાં આવ્યા નથી.
  • B. વૉરંટી ક્યારે લાગુ પડતી નથી? 

    1. છોલાવા, છાલ કાઢવા, પ્લેટિંગ અને ગોબા પડવાને કારણે નુકસાન થયું હોય.
    2. બેકેલાઈટ, યુરીયા, એબીએસ, એસએએન જેવી પ્લાસ્ટિકની સામગ્રીમાંથી બનાવવામાં આવેલા ઘટકો, રબરના પાર્ટ્સ અને વાયરનું તૂટી જવું અથવા નુકસાન પહોંચવું.
    3. પાર્ટ્સનું સામાન્ય રીતે ઘસાવું અને ફાટી જવું.
    4. ગ્રાહકના ભાગે અકસ્માત, ગેરકાળજી અથવા બેદરકારીને લીધે પરિણમતું નુકસાન
  • C. સલામતીની ટિપ્સ  

    1. તમારું કૂલર ૨૩૦ વૉલ્ટ એસી, ૫૦ હર્ટ્ઝ પર ચાલે છે. ઉપકરણની માન્ય કરેલ સ્પષ્ટીકરણની ખાતરી કરવા માટે ઘરનું વીજ દબાણ (વૉલ્ટેજ) તપાસો.
    2. પ્રોડક્ટને ચલાવતા પહેલા તેને તેના પેકેજિંગમાંથી દૂર કરો અને તપાસો કે તે સારી સ્થિતિમાં હોય.
    3. ક્ષતિગ્રસ્ત વાયર અથવા પ્લગ સાથે કોઈપણ પ્રોડક્ટ ચલાવશો નહીં. અમે આ ઉપકરણ સાથે એક્સ્ટેંશન કોર્ડનો ઉપયોગ ન કરવાની ભલામણ કરીએ છીએ.
    4. પાવર કોર્ડને કાર્પેટની નીચે રાખીને ચલાવશો નહીં, અથવા તેને ગાલીચા અથવા પાટિયા વડે ઢાંકશો નહીં. વાયરને એવી જગ્યાઓથી દૂર રાખો જ્યાં કોઈનો પગ તેમાં અટવાઇ જાય.
    5. પાણીની ટાંકીને ફરીથી ભરતા પહેલા હંમેશા પ્રોડક્ટનો પ્લગ કાઢી લો.
    6. યુનિટને સાફ, સર્વિસ અથવા સ્થાનાંતરિત કરતા પહેલાં હંમેશા વીજ સ્ત્રોતમાંથી ઉપકરણના પ્લગને કાઢી લો.
    7. પાવર વાયરને તેના છેડેથી પકડીને ખેંચીને ઇલેક્ટ્રિક બૉર્ડમાંથી બહાર કાઢો, ક્યારેય પણ વાયરને ખેંચશો નહીં.
    8. ગેસોલિન, પેઇન્ટ અથવા અન્ય જ્વલનશીલ સામાન અને વસ્તુઓ સંગ્રહિત કરી હોય તેવી જગ્યાઓ પર પ્રોડક્ટનો ઉપયોગ કરશો નહીં.
    9. ''કૂલ'' સેટિંગનો ઉપયોગ કરતી વખતે, પાણીની ટાંકી સંપૂર્ણ ભરેલી હોય તેની ખાતરી કરવા માટે તપાસ કરો. ખાલી ટાંકી સાથે "કૂલ" સેટિંગ પર આ કૂલરનું સંચાલન કરવાથી પાણીના પમ્પને નુકસાન થઈ શકે છે.
    10. કૂલરના કોઈપણ ઇલેક્ટ્રિકલ અથવા યાંત્રિક ફંક્શન્સને ઠીક કરવા અથવા સમાયોજિત કરવાનો પ્રયાસ કરશો નહીં, કારણ કે આનાથી વૉરંટી રદ થઈ શકે છે.
    11. આ ઉપકરણના હવાના પ્રવેશમાર્ગ અને નિકાસમાર્ગને ઢાંકશો નહીં કારણ કે તેનાથી મોટરને નુકસાન થઈ શકે છે.
    12. કોઈપણ વેન્ટિલેશન અથવા એક્ઝોસ્ટના દ્વારમાં કોઈ વસ્તુ દાખલ કરવી નહીં કેમ કે તે પ્રોડક્ટને નુકસાન પહોંચાડી શકે છે અને શોર્ટ-સર્કિટ અથવા આગ માટે કારણભૂત બની શકે છે.
    13. હનીકોમ્બ મીડિયાને દૂર કરીને ઑપરેટ કરશો નહીં જે આને ઓવરલોડ કરશે અને મોટરને નુકસાન કરશે.
    14. વધારે સમય સુધી કાર્યરત ઉપકરણને ઉપેક્ષિત છોડશો નહીં.
    15. બાળકોને આ ઉપકરણ, પેકેજિંગ અથવા પ્લાસ્ટિકની થેલીઓ રમવા દેશો નહીં.
    16. જો યુનિટને નુકસાન પહોંચેલું હોય અથવા તો તે બરાબર કામ ન કરતું હોય, તો તેને ચલાવવાનું જારી રાખશો નહીં. સમસ્યાનિવારણ વિભાગમાંથી સંદર્ભ લો અને વ્યવસાયિક સલાહનો લો.
    17. યુનિટને સમતલ ફર્શ પર મૂકો. આ પ્રોડક્ટનો હેતુ ભીની અને ભેજવાળી જગ્યાઓ પર વાપરવા માટેનો નથી.
    18. સ્નાનગૃહમાં ઉપયોગ કરશો નહીં. આ પ્રોડક્ટને ક્યારેય એવી જગ્યાએ રાખશો નહીં કે જ્યાંથી તે પાણીના કન્ટેઇનરમાં પડી જાય.
    19. ઉપયોગમાં ન હોય ત્યારે સૂકા વિસ્તારમાં રાખો. આ ઉપકરણને ઓછી શારીરિક, સંવેદનાત્મક અને માનસિક ક્ષમતાવાળા લોકો, અથવા અનુભવ અને જાણકારીનો અભાવ હોય તેવી (બાળકો અથવા વૃદ્ધો સહિત) વ્યક્તિઓ દ્વારા ઉપયોગમાં ન લેવાય તે હેતુથી બનાવવામાં આવ્યું છે, જ્યાં સુધી તેઓની સુરક્ષાની જવાબદારી લેનારી વ્યક્તિ પાસેથી તેઓને આ ઉપકરણના ઉપયોગ સંબંધિત નિરીક્ષણ અથવા માહિતી આપવામાં ન આવી હોય.
    20. કૂલરને ખસેડવા માટે હંમેશાં બાજુના હેન્ડલને મજબૂતીથી પકડો.